અમેરિકામાં કોરોનાનો કાળો કેર, સ્થિતિ બેકાબુ, એક જ દિવસમાં 1480 લોકોના મોત

અમેરિકામાં કોરોના વાયરસના કારણે શુક્રવારે 1480 લોકોના મોત થયા છે. આ વાયરસના કારણે કોઈ પણ દેશમાં એક દિવસની અંદર થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. તેના એક દિવસ પહેલા અમેરિકામાં એક જ દિવસમાં 1169 લોકોના મોત થયા હતાં. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી ટ્રેકર મુજબ ગુરુવારે રાતે 8.30 વાગ્યાથી લઈને શુક્રવારે રાતે 8.30 વાગ્યા દરમિયાન કુલ 1480 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં આ વાયરસે 7 હજાર જેટલા લોકોનો ભોગ લીધો છે. સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે. જ્યાં 3000થી વધુ લોકો કોવિડ 19થી મૃત્યુ પામ્યા છે. 

અમેરિકામાં કોરોનાનો કાળો કેર, સ્થિતિ બેકાબુ, એક જ દિવસમાં 1480 લોકોના મોત

વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાયરસના કારણે શુક્રવારે 1480 લોકોના મોત થયા છે. આ વાયરસના કારણે કોઈ પણ દેશમાં એક દિવસની અંદર થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. તેના એક દિવસ પહેલા અમેરિકામાં એક જ દિવસમાં 1169 લોકોના મોત થયા હતાં. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી ટ્રેકર મુજબ ગુરુવારે રાતે 8.30 વાગ્યાથી લઈને શુક્રવારે રાતે 8.30 વાગ્યા દરમિયાન કુલ 1480 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં આ વાયરસે 7 હજાર જેટલા લોકોનો ભોગ લીધો છે. સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે. જ્યાં 3000થી વધુ લોકો કોવિડ 19થી મૃત્યુ પામ્યા છે. 

આ બાજુ સારી ગુણવત્તાવાળા મેડિકલ સપ્લાયની અછતને લઈને મેડિકલ સ્ટાફ પ્રદર્શન પર ઉતર્યા છે. ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં ઠેર ઠેર તખ્તા અને બેનરો લઈને નર્સો અને અન્ય હેલ્થ સ્ટાફનું પ્રદર્શન ચાલુ છે. તેમની માગણી છે કે સરકાર તેમને સારા ઉપકરણો ઉપલબ્ધ કરાવે. કારણ કે જો તેના અભાવમાં તે લોકોના જીવ ગયા તો પછી લોકોના જીવ બચાવવા મુશ્કેલ પડશે. 

જુઓ LIVE TV

સ્થિતિ વણસતા ટ્રમ્પે સેનાની જવાબદારી વધારી
અમેરિકામાં દિન પ્રતિદિન સ્થિતિ વણસી રહી છે. હવે સ્થિતિ કાબુમાં લાવવા માટે સેનાની જવાબદારી વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સેના ફક્ત મેકશિફ્ટ હોસ્પિટલો બનાવવામાં અને મેડિકલ આપૂર્તિના કામોમાં લાગી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે યુદ્ધ જેવી સ્થિતિમાં કોઈ પણ સારી રીતે લડી શકવા માટે સમર્થ નથી. તેમણે કહ્યું કે અમે કોરોના વાયરસ સામે લડવામાં અમારા પ્રયત્નો હેઠળ સેનાની જવાબદારી વધારવા જઈ રહ્યાં છીએ. કારણ કે આવી યુદ્ધ જેવી સ્થિતિમાં લડવા માટે બીજો  કોઈ સારો વિકલ્પ નથી. અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. એક અદ્રશ્ય દુશ્મન સામે ઊભો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news